વિશ્વ ગુજરાતી ભાષા દિવસ : 24 ઓગસ્ટ (World Gujarati Language Day:24August)
- GPSC 3 Subject
World Gujarati Language Day:24August. Click below to read more.........
‘જય જય ગરવી ગુજરાત’ જેવાં લોકપ્રિય ગુજરાતી કાવ્યોની રચના કરનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નર્મદના જન્મદિવસની સ્મૃતિમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
તે ભારતના બંધારણમાં 8મી અનુસુચિમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓ પૈકીની એક છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 5.5 કરોડ ગુજરાતી બોલનાર લોકોની સાથે તે ભારતમાં છઠ્ઠી સૌથી વધુ અને વિશ્વમાં 26 મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ભાષા એ ગુજરાત રાજય તેમ જ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે.
ગુજરાતની મુખ્ય 4 પ્રાદેશિક બોલીઓ:-
- ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલી
- મધ્ય ગુજરાતની ચરોતરી બોલી
- દક્ષિણ ગુજરાતની સુરતી બોલી
- સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી
સૌરાષ્ટ્રની બોલીઓ 4 ઉપ બોલીમાં વહેંચાયેલી છે.
- ઝાલાવાડી : સુરેન્દ્રનગર, મોરબી.
- હાલારી : જામનગર,રાજકોટ, પોરબંદર
- સોરઠી : જુનાગઢ,ગીરસોમનાથ
- ગોહિલવાડી : ભાવનગર,બોટાદ, અમરેલી
Questions
1. ”વિશ્વ ગુજરાતી દિવસ” ક્યારે મનાવવામા આવે છે?
(A) 24 ઓગસ્ટ (B) 26 જાન્યુઆરી (C) 25 ડિસેમ્બર (D) 15 એપ્રિલ
2.નીચેના વિધાનો પૈકી કયુ વિધાન સાચુ છે?
(A) ઉત્તર ગુજરાતની ચરોતરી બોલી
(B) મધ્ય ગુજરાતની પટ્ટણી બોલી
(C) દક્ષિણ ગુજરાતની સુરતી બોલી
(D) સૌરાષ્ટ્રની હિંદી બોલી