× logo
  • Loading...

Latest Blogs

ભારતીય બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ IBMDP – Indian Ballistic Missile Defence Program

  •  GPSC 3     
ભારતીય બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ

IBMDP પ્રણાલીનો વિકાસ 1999થી શરૂ થયો હતો. આ પ્રકારની મિસાઇલ વિકસાવવાનો મુખ્ય હેતુ દુશ્મનોની બેલેસ્ટિક મિસાઈલ દેશની સંપત્તિઓ કે અગત્યના કેન્દ્રો પર વિનાશ ન કરી શકે તે માટે તેનો હવામાં વિનાશ કરી રક્ષાકવચ પૂરું પાડવાનો હતો. 

બેલિસ્ટિક મિસાઈલ: તે ખૂબ જ ઇંધણ કાર્યક્ષમ છે. ફક્ત ઊંચકવાના તબક્કા દરમિયાન તેમજ માર્ગ સુધારવાના પગલાંઓ દરમિયાન ઈંધણની જરૂરિયાત હોય છે. 

આ માટે ભારત સરકારે આધુનિક સુરક્ષા કવચ વિકસાવા નીચે પ્રમાણેની મિસાઈલો વિકસાવી છે. 

1. પૃથ્વી એર ડિફેન્સ (પ્રદ્યુમન)

2. એડવાન્સ એર ડિફેન્સ (અશ્વિન)

ડો એ.પી.જે. અબ્દુલ કલામને ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતાકહેવામાં આવે છે.

 

2) DRDO 

DRDO: Defence Research and Development Organization 

સ્થાપના: 1958 

મુખ્ય કેન્દ્ર: નવી દિલ્હી

DRDOનું વિઝન: ભારતને વિશ્વસ્તરની આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાન આધારિત ડિફેન્સ સર્વિસ સાથે સ્પર્ધાત્મક સિસ્ટમથી સજ્જ કરવાનું છે.

DRDOનું મિશન: ડિફેન્સ સર્વિસ માટે ડિઝાઈન, ડેવલપ, સેન્સર, હથિયાર, ઉત્પાદન, સાધન, પ્લેટફોર્મ, સિસ્ટમની સુવિધા પૂરી પાડવી છે.

સૈનિકોના પ્રોત્સાહન માટે અને અસરકારક પ્રતિરોધક ક્ષમતા માટે ડિફેન્સ સર્વિસને ટેકનોલોજી નિરાકરણ પૂરું પાડવું.

DRDOનું સૂત્ર: ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે (बलस्य मुलं विज्ञानम्) 

whatsapp